નવા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ 10.09 કરોડ ખેડૂતોનાં ખાતામાં 20,946 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. મોદીએ કિસાન નિધિ યોજના હેઠળ 10મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પીએમ કિસાન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રુપિયા આપવામાં આવે છે. તેને સરકાર દ્વારા સીધા જ ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
નોંધનીય છે કે ઘણાં દિવસો સુધી પીએમ કિસાન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા બે હજાર રુપિયાનાં હપ્તાની તારીખ બાબતે અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ થોડા જ દિવસો પહેલાં સરકાર તરફથી ખેડૂતોને મોબાઈલ રકમ ટ્રાન્સફર કરવા બાબતની જાણકારી એસએમએસ દ્વારા આપવામાં આવી હતી. હવે ખેડૂતોનાં ખાતામાં સીધા રુપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
હવે માત્ર એવા ખેડૂતોને જ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળશે, જેમના નામે ખેતર હશે. વર્તમાન કે પૂર્વ સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો. ડોકટરો, સીએ, વકીલો વગેરે પણ આ યોજનામાંથી બહાર છે.