વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું. 18 જૂને PM મોદી 2 જિલ્લાની મુલાકાત લેશે. વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. 21000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. 1.4 લાખથી વધુ ઘરોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત. રેલવે વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો PM મોદી પ્રારંભ કરાવશે. PM મોદી પાવાગઢ મંદિરમાં દર્શન કરશે. પાવાગઢ ટેકરી ખાતે પુનઃવિકસિત મંદિરનું ઉદ્વાટન કરશે. વડનગરમાં હીરાબાના જન્મ દિવસ નિમિત્તે 18 તારીખે હાટકેશ્વર મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત સુંદરકાંડ, ભજન સંધ્યા, શિવ આરાધનાનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે લોકપ્રિય ગાયિકા અનુરાધા પાઉંડવાલ પોતાના સુરથી લોકોને મંત્રમુગ્ધ કરશે.
PM મોદીના માતા હીર બાના 100માં જન્મદિવસની ઉજવણી વડનગરના હાટકેશ્વર મંદિર અને જગન્નાથ મંદિરમાં થશે. મોદીના પરિવાર દ્વારા જગન્નાથ મંદિરમાં વિશેષ ભંડારનું આયોજન કરાયું. કાળી રોટી ધોળી દાળના ભંડારાનું મંદિરમાં આયોજન કરાયું. તો હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.