spot_img

‘અંતે ભારતે બિટકોઈને કાયદેસરની માન્યતા આપી’ હેકર્સે PM ના ટ્વિટર હેંડલ પર મુકી પોસ્ટ

પ્રધાનમંત્રી મોદીનું Twitter એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેક થયુ. પોસ્ટ પણ મુકાઈ કે બિટકોઈનને લીગલ કરવામાં આવ્યા છે. એક લીંક પણ શેર કરાઈ જેના પરથી લોકોને બિટકોઈન મળવાનો દાવો કરાયો.


પ્રધાનમંત્રી મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉંટ @narendramodi પરથી મોડી રાત્રે 2 વાગ્યે અને 11 મિનિટે ટ્વિટ કરાયુ જેમાં દાવો કરવામાં આવ્યો કે ‘અંતે ભારતે બિટકોઈને કાયદેસરની માન્યતા આપી કાયદેસરની માન્યતા આપી છે. સરકાર બિટકોઈન ખરીદી રહી છે. જે દેશના નાગરિકોમા વેહેંચણી પણ કરશે. ટ્વિટ સાથે એક લીંક પણ મુકાઈ. બે મિનિટ બાદ ટ્વિટ ડિલિટ કરવામાં આવ્યુ. ત્યરાબાદ ફરી 2 વાગ્યા 14 મિનિટે આ જ પ્રકારે ટ્વિટ કરાયુ હતુ.

ઘટના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાણકારી અપાઈ
મોડી રાત્રે ટ્વિટર હેક થયા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાણકારી અપાઈ. એકાઉન્ટ થોડા સમય માટે હેક થયુ હતું. ટ્વિટર પર જે ટ્વિટ કરાઈ છે તેને ઈગ્નોર કરવાની પણ સલાહ આપી. ઇન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT-IN ની ટીમ કામે લાગી ગઈ છે. એકાઉન્ટ કોણે હેક ક્યુ કયા દેશના હેકર્સ છે હેક કરવાનું મુખ્ય કારણ શુ હતુ વગેર પ્રકારની તમામ માહિતી એકઠી કરવા માટે ટીમ કટિબદ્ધ બની ગઈ છે. CERT-INની ટીમ કેન્દ્ર સરકારી જ એજન્સી છે. જે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફરમેશન ટેક્નોલોજી હેઠળ કામ કરે છે.

 

સ્ક્રિન શોટ થઈ ગયો વાયરલ
હેકર્સે ટ્વિટ કર્યા બાદ થોડા જ સમયમાં તેને ડિલીટ પણ કરી દેવાયુ હતુ. પરંતુ તેનો સ્ક્રિન શોટ દેશ ભરમાં વાયરલ થઈ ગયો હતો. 3.18 મિનિટે પીએમઓ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીના ટ્વિટર હેંડલ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. જેને હવે દુર કરી દેવામાં આવ્યુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles