પ્રખ્યાત હેરડ્રેસર જાવેદ હબીબે મુઝફ્ફરનગરમાં આયોજિત એક શો દરમિયાન વાળ પર થૂંકીને એક મહિલાના વાળ કાપ્યા હતા. જાવેદ મહિલાના વાળ પર થૂંકતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાવેદ હબીબે મહિલાના વાળમાં થૂંકતા વાળની જાળવણી અને શેમ્પૂનું મહત્વ જણાવતા કહ્યું કે આ થૂંકમાં જાન છે. આ વીડિયો વાયરલ થયાબાદ જાવેદ હબીબે માફી માંગી છે. તો બોજી તરફ હેર ડિઝાઈનર જાવેદ હબીબ વિરુદ્ધ થૂંક લગાવીને વાળ કાપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. મુઝફ્ફરનગરના મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલા પૂજા ગુપ્તાએ જાવેદ હબીબ વિરુદ્ધ કલમ 355, 504 આઈપીસી, 3 એપિડેમિક એક્ટ અને 56 ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પૂજા ગુપ્તાએ કહ્યું, ‘સેમિનારમાં સવાલ-જવાબનું સેશન ચાલી રહ્યું હતું, જ્યારે મેં તેમને પ્રશ્ન પૂછ્યો કે આવુ કેમ કર્યુ તો તેમનો જવાબ હતો કે તમે શાંતિથી બેસો, જ્યારે હું સ્ટેજ પર ગઈ તો તેણે કહ્યું કે ચુપ બેસી રહો. પછી તેણે મારા માથા પર ધક્કો માર્યો, મેં ઇનકાર કર્યો કે તેણે મારા માથા પર બે વાર થૂંક્યો અને કહ્યું કે જો તારા પાર્લરમાં પાણીની અછત છે, તો તું થૂંકીને વાળ કાપી શકે છે.
તો બીજી તરફ કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ દ્વારા મહિલાના વાળમાં થૂંકવા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે ક્રાંતિ સેના અને હિંદુ જાગરણ મંચે જાવેદ હબીબ સામે વિરોધ નોંધાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે હિંદુ જાગરણ મંચે જાવેદ હબીબનું પૂતળું બાળીને વિરોધ કર્યો હતો.