ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસનું ગ્રેડ પે મુદ્દે આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદમાં પોલીસ પરિવારના લોકો પણ આંદોલનમાં જોડાયા હતા. દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગાર વધારાની માંગના બોર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. બીજીતરફ શાહીબાગ હેડક્વાટર ખાતે પણ મહિલાઓ થાળી અને વેલણ લઈને વિરોધ કરવા માટે બહાર આવી છે. ગ્રેડ-પે અમારો હક્ક છે તેવા સુત્રોચાર સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. છેલ્લા એક કલાકથી 2 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આવી જ રીતે સુરતમાં પણ પિપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે ભેગી થઈ હતી અને થાળી-વેલણ ખખડાવી ગ્રેડ-પે ની માંગ કરી હતી.