યોગ્ય પ્રમાણમાં આરોગેલુ ઘી વ્યક્તિનું શરીર સ્વસ્થ્ય રાખે છે. શરત એક જ કે ઘી ચોખ્ખુ હોવું જોઈએ. અમદાવાદમા પોલીસે સરખેજ-સાણંદ સર્કલ નજીક આવેલા જગદીશ એસ્ટેટમાંથી અમૂલના નામે નકલી ઘી ભરેલું આખુ ગોડાઉન પકડી પાડ્યુ છે. ઘી ને રાજકોટ વેચાણ માટે મોકલાતુ હતુ. પોલીસે દરોડામાં નકલી ઘીના 15 કિલોના 160 ડબ્બા, સહિત 8 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
સાણંદ-સરખેજ રોડ પર જગદીશ એસ્ટેટમાં એક ગોડાઉનમાં અમુલના નામે ભેળસેળયુ ઘી એકઠુ થયાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો તો પોલીસ પણ ચોકી ઉઠી હતી. દરોડામાં 15 કિલોના ઘીના 160 ડબ્બા મળ્યા હતા. દરોડામાં અમૂલના માર્કાવાળા સ્ટીકર પણ મળી આવ્ા હતા. તો સાથે સાથે ડબ્બાઓને સીલ કરવાના મશીન પણ મળી આવ્યા છે. કુલ મળીને 8 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીઓ ડબ્બામાં ભેળસેળીયુ ઘી ભરતાં હતા. ડબ્બા પર અમુલના માર્કાવાળા સ્ટીકર લગાવી દેતા હતા.
પોલીસને દરોડામાં મળેલા ડબ્બાઓ ફક્ત 1500 રૂપિયામાં આરોપીઓ ભરી દેતાં હતા. જેન બજારમાં અમૂલના નામે રૂ. 5000 વેચતા હતા. પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે દરોડામાં બે દેવ બાલુસિંગ વાઘેલા અને અલ્પેશ દવેરા નામના વ્યક્તિઓ ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ પૂછપછમાં કબુલ્યુ છે કે તેઓ ઘીને મોટા ભાગે રાજકોટ શહેરમાં વેચાણ અર્થે મોકલતા હતા.