જાપાનઃ એક શહેરમાં વિચિત્ર ચોરી થઈ. વિચિત્ર ચોરી એટલા માટે કે ત્યાં અપરાધનુ પ્રમાણ ખૂબ જ ઓછુ છે. સાથે સાથે ચોરી પણ વિચિત્ર હતી જેને આખી દુનિયાને વિચારતી કરી દીધી. નાગાકુટે શહેરને TOYOTA કંપનીનું હોમટાઉન મનાય છે. જ્યાંથી કારમાંથી કૈટેલિક કન્વરટરની ચોરી થઈ. કન્વરટને કાપીને કારમાંથી નિકાળવામાં આવ્યુ. પોલીસનું માનવુ છે કે આવી ઘટના ઈતિહાસમાં પહેલીવાર બની છે.
મીડિયા રીપોર્ટના આધારે અમેરીકા અને બ્રિટેનમાં આ પ્રકારની ચોરીની ઘટનાનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. કૈટેલિટીક કન્વરટર કારમાંથી ઉત્પન્ન થતા કાર્બનનુ પ્રમાણ ઘટાડવા માટે લગાવવામાં આવે છે. અમેરીકા અને બ્રિટેન અને જાપાનમાં ચોરનો કાર્સનો આ પાર્ટ ચોરી માટે પહેલી પસંદગી છે.પાર્ટ્સમાં કિમતી ધાતુઓના મિશ્રમથી તૈયાર થતો હોવાથી તેની કિંમત વધારે હોય છે.
કૈટેલિક કન્વર્ટરમાં રોડિયમ અને પૈલેડિયમો ઉપયોગ થાય છે. બંન્ને પ્લેટિનમ ગૃપની ધાતુ માનવામાં આવે છે. કારમાં લગાવવામાં આવતુ કન્વરટરમાં થોડી જ માત્રામાં બંન્ને ધાતુઓના મિશ્રણ સાથે ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં ચોરો કારના પાર્ટ્સને ચોરી લે છે. રોડિયન અને પૈલેડિયમ દુનિયામાં ખુબ જ ઓછી માત્રામાં ઉત્પાદન થાય છે.
રોડિયમની કિંમતની વાત કરવામાં આવે તો 2020ના છેલ્લા મહિનામાં ખૂબ જ વધી ગઈ હતી. જે આ વર્ષના માર્ચ મહિનામાં 10 ગ્રામની કિંમત 10 હજાર ડોલર હતી.. એક વર્ષની તુલનામાં હાલમાં ભાવ ખુબ જ ઉંચો છે. ક્લાઈમેટ ચેંજ રોકવા માટે દેશો હવે જે નિર્ણયો લઈ રહ્યા છે તેમાં કાર ઉત્પાદક કંપનીઓ આ ધાતુઓનો પ્રમાણ કારમાં કાર્બન ઓછો ઉત્પન્ન થાય તે માટે લગાવી રહી છે.
એક વેબસાઈટ આધારે બ્રિટનમાં કૈટેલિટિક કન્વર્ટર્સની 3200થી વધુ ચોરી થઈ છે. તો ગયા વર્ષે અમેરીકામાં 2500થી વધુ ચોરી થઈ છે. અમેરિકાના એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે ચોરી કરેલા કાર પાર્ટ્સથી ચોરને 50 થી 250 ડોલર મળી જાય છે.
મળતી માહિતી પ્રમાણે કેટેલિટીક કન્વર્ટરમાં રોડિયમ અને પેલેડિયમનો ઉપયોગ થાય છે. બંન્નેને પ્લેટિનમ ગ્રુપ ધાતુ માનવામાં આવે છે. કારની કેટેલિટીક કન્વરટરમાં થોડા જ ગ્રામની ધાતુનો ઉપયોગ થાય છે. પરંતુ ચોર માટે એટલા ગ્રામ પણ મહત્વના છે.