ટુંક જ સમયમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓ દેશમાં યોજાશે. ચુંટણીઓ પહેલાં જેમ રાજકારણ ગરમાય તેવી જ રીતે પંજાબમાં રાજકારણ ગરમાઈ ગયુ છે. ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પંજાબમાં મોટા દરોડા પાડ્યા છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો ભત્રીજો તથા અન્ય લોકોના ઘર પર ED દરોડા પાડી રહી છે. EDએ રેત માફિયા ભૂપિન્દર સિંહ હનીના પરિસરમાં સર્ચ ઓપરેશન કર્યું છે. મંગળવારે સવારે ભૂપિન્દર સિંહ હનીના ઘર સહિત રાજ્યમાં 10 અલગ-અલગ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
આપને જણાવી દેવામાં માંગઈએ છીએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો મહત્વનો બની ગયો છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આ મુદ્દાને ઉઠાવી ચુક્યા છે.
અહેવાલો અનુસાર, આરોપીઓ સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે પંજાબની ચૂંટણીમાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો દરેક ચુંટણીમાં ગરમ રહે છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ શાસક પક્ષ કોંગ્રેસ પર ગેરકાયદે રેતી ખનન સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે.
કેપ્ટન અમરિન્દર સિંહે આરોપ લગાવ્યો કોંગ્રેસના સાંસદોના તાર ગેરકાયદે રેતીના ધંધા સાથે જોડાયેલા છે. તેણે કહ્યું હતું કે જો હું નામ લેવાનું શરૂ કરું તો મારે ઉપરથી શરૂઆત કરવી પડશે. સિંહે એમ પણ કહ્યું હતું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આ ગેરકાયદે રેતીના ધંધામાં ધારાસભ્યોની સંડોવણી વિશે જાણ કરી હતી. કેપ્ટને ગયા વર્ષે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી ચન્નીને રાજ્યની કમાન સોંપવામાં આવી.