spot_img

ચોમાસામાં અપનાવશો આ પાંચ ટીપ્સ તો ક્યારે નહીં આવે ઘરમાં ભેજ અને બિમારી

દેશમાં હવે ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે અને ગુજરાતમાં પણ સત્તાવર રીતે વરસાદનું આગમન થઇ ગયું છે. વરસાદની મોસમ શરૂઆતમાં ખૂબ ગમે છે પરંતુ જેમ જેમ ચોમાસું ઘેરુ બનતું જશે તેમ તેમ પ્રોબ્લેમ વધતી જશે. ચોમાસામાં બીમારીઓ સહિત બીજી અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે ઠેર-ઠેર શેવાળ અને ફૂગ જામી જતા પાણીજન્ય રોગો ફાટી નીકળે છે. એટલું જ નહીં, મકાનોને પણ ચોમાસાના કારણે નુકસાનનો સામનો કરવો પડે છે. લીકેજ, કબાટમાં ઉધઇ, રૂમમાં ગંધ આવવી, દિવાલો પર ભીનાશના ધાબાઓ, લાકડાના દરવાજાઓ અને ફર્નિચર બંધ ન થવા જેવી અનેક નાની મોટી સમસ્યાઓ આવે છે. તો અહીં અમે તમને અમુક ટીપ્સ જણાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે ચોમાસામાં ઘરની સંભાળ સારી રીતે રાખી શકશો.

  • વેન્ટિલેશન

બીમારીઓથી દૂર રહેવા તમારા ઘરને સારી રીતે વેન્ટિલેટેડ રાખો. તાજી હવા પસાર થવાથી ભેજ દૂર થશે અને આ રીતે તમે અને તમારું કુટુંબ વાયરલ તાવ અને એલર્જી, અસ્થમા વગેરે જેવી અન્ય બિમારીઓથી બચી શકશો.

  • લાકડાના ફર્નિચરની સંભાળ

ચોમાસા દરમિયાન તમારા લાકડાના ફર્નિચરને ક્યારેય પોલિશ કરશો નહીં કારણ કે ભેજ વાર્નિશને સૂકવવા દેશે નહીં અને તેનાથી તમારા ફર્નિચરને નુકસાન થશે. આ કામ હંમેશા ચોમાસા પહેલા કે પછી કરવું જોઈએ. ચોમાસા દરમિયાન ફર્નિચરને દરરોજ સાફ કરીને સૂકવો.

  • ઇલેક્ટ્રિક વાયર્સ

આ સૌથી ભયજનક બાબત છે, જેથી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજુબાજુના ભેજને કારણે ઇલેક્ટ્રિક વાયર ભીના થઇ શકે છે અને તે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ચોમાસા પહેલા કે તમારા ઘરના તમામ વાયરિંગ ચેક કરાવો અને સુરક્ષિત રહો.

  •  પ્રી-મોન્સૂન કામગીરી

ચોમાસાની શરૂઆત પહેલા આખા ઘરમાં લીકેજ અને અન્ય સમસ્યાઓ સંબંધિત તપાસ કરી તેનું તાત્કાલિક રીનોવેશન કરાવવું સૌથી વધુ જરૂરી છે. તેમજ ચોમાસા પહેલા તમારા ઘરોને પેઇન્ટનું કોટ કરવાનું હંમેશા યાદ રાખશો.

  • ભીના કપબોર્ડ

બીજી સમસ્યા આપણા અલમારીઓ છે, જેમાં ચોમાસા દરમિયાન ભેજની ગંધ બેસી જાય છે અને તે આપણા કપડામાં પણ આવવા લાગે છે. નેપ્થાલિન બોલ્સ, કપૂર અથવા લીમડાના પાન કબાટમાં રાખો અને તમારા કબાટને સૂકા રાખો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles