ઉંમર નાની પણ ઉંચા છે ઈરાદા આપણે ત્યાં કહેવત છે ને કે “કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ ઉક્તિને સાર્થક કરતા કચ્છના માંડવીમાં રહેતા અને સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા દક્ષ મધુસુદન ફોફિંડીએ સાર્થક કરી દેખાડી છે. દક્ષે નાની ઉંમરે મોટી સિધ્ધિ હાસીલ કરી છે.દક્ષે પૃથ્વી તેમજ સમસ્ત માનવ જાતને નુકસાન કરતા ઉલ્કા પિંડની શોધ કરી છે. દક્ષે પહેલાં એક ઉલ્કાપિંડની શોધ કરી હતી.. તેની આ સિદ્ધિને જોયાબાદ દક્ષને ઉલ્કા પિંડની શોધખોળ કરનાર ગ્રુપનો લીડ બનાવવામાં આવ્યો હતો.. અંતરિક્ષ અને ઉલ્કા પિંડ પર ખોજ કરતી ભારતની સ્ટાર ગેઝિંગ સંસ્થા સાથે જોડાયેલા છે અને ગ્રુપ લીડર તરીકે હાલ સમગ્ર ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે
દક્ષે ડી.એમ.એસ 00007 નામના એક ઉલ્કા પિંડની શોઘ કરી છે. ત્યારે અમેરીકા સ્થિત અંતરિક્ષ પર ખોજ કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા નાસા દ્વારા આ યુવા વૈજ્ઞાનિકને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યો છે. આટલુ જ નહીં દક્ષ અંતરિક્ષ અને ઉલ્કા પિંડ પર ખોજ કરતી ભારતની સ્ટાર ગેઝિંગ સંસ્થા સાથે જોડાયેલા છે અને ગ્રુપ લીડર તરીકે હાલ સમગ્ર ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.