વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈટલી પહોંચ્યા છે. પીએમ મોદી પાંચ દિવસીય વિદેશ યાત્રા પર છે. તેઓ ઈટાલી બાદ સ્કોટલેન્ડના ગ્લાસગો જશે અને ક્લાઈમેટ ચેંજ સાથે જોડાયેલા એક સંમેલનમાં ભાગ લેશે. ઈટલી પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર કેટલાક ભારતીય લોકોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને સંસ્કૃતના શ્લોક પણ ગાયા.
આ દરમિયાન ભારત માતા કી જયના નારા પણ લાગ્યા. એક વીડિયોમાં પીએમ મોદીને એક મહિલાએ ગુજરાતીમાં પૂછ્યું કે, નરેન્દ્ર ભાઈ કેમ છો. પ્રધાનમંત્રીએ પણ કહ્યું, મજામા મજામાં. કેમ છો. મજા છો? આ ઉપરાંત ત્યાં મોદી મોદીના નારા પણ લાગ્યા, હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ઇટાલીમાં વસતા ભારતીયોનું અભિવાદન કરવા માટે વડાપ્રધાન પોતાની કાર પર ચઢ્યા હતા.