બોલીવૂડમાં કામ કરીને હવે ઘણા ભારતના ઘણાં એક્ટર અને એક્ટ્રેસ હાલમાં હોલીવૂડમાં કામ કરવા લાગ્યા છે. એમાંનુ એક નામ પ્રિયંકા ચોપરાનું પણ છે. નિક જોન્સ સાથે જ્યારથી તેને લગ્ન કર્યા છે ત્યાથી તેનો બોલીવૂડ સાથેનો નાતો જાણે તુટી ગયો છે. પ્રિયંકા અત્યારે પોતાની આવનારી વેબ સિરિઝ CITADEL ના શુટિંગમાં વ્યસ્ત છે. પોતાના ફોટોગ્રાફ અને તમામ અપડેટ અભિનેત્રી આપી રહી છે.
આજે પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રાંમ એકાઉંટ પર તસવીર અપલોડ કરી. જેને જોઈને એકાદ સેકંડ માટે આપણે ડરી જઈએ. આપણને લાગશે કે પ્રિયંકા સાથે કોઈએ હાથાપાઈ કરી છે. પરંતુ તેવું નથી. એક્ટ્રેસના ચહેરા પર દેખાઈ રહેલો લાલ વસ્તુ એ મેકઅપ છે. પ્રિયંકા ચોપરાના એકાઉંટની સ્ટોરી જોશો તો તેમાં આઈસ્ક્રીમ ખાતી દેખાશે.
ઈન્સ્ટાગ્રામ પર મુકેલા ફોટોગ્રાફમાં પ્રિયંકા થાકેલી દેખાઈ રહી છે. તેના ચહેરા પર ઘરસરકા અને લોહીના ડાઘ દેખાઈ રહ્યા છે. પહેલી નજરમાં ફોટોગ્રાફને જોઈને લાગે છે તેને કંઈ વાગ્યુ હશે પરંતુ ધ્યાનથી જોતા ખ્યાલ આવશે કે આ મેકઅપનો કમાલ છે. આપને જણાવી દેવા માંગીએ છીએ કે પ્રિયંકા થોડા સમય પહેલાં જ દિકરીને જન્મ આપ્યો છે તેનું નામ માલતી મેરી ચોપરા રાખ્યુ છે.