વર્ષ 2018માં અમેરિકન ગાયક નિક જોન્સન સાથે લગ્ન કર્યા બાદ બોલીવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિદેશમાં સ્થાયી થઈ ગઈ. પ્રિયંકા ત્રણ વર્ષ પહેલાં જ ભારત દેશ છોડી દીધો છે. પરંતુ હજી પણ તેના ફેન્સમાં કોઈ કમી નથી આવી.
પ્રિયંકા ભારતમાં નથી. તેમ છતાં પણ ભારતમાં સતત ચર્ચામાં રહે છે. અવાર નવાર પ્રિયંકા કોઈને કોઈ કારણ સર ચર્ચામાં આવતી રહે છે. થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયાથી નિક જોન્સની સરનેમ દુર કરવાથી ઘણી ચર્ચામાં રહી હતી.
પ્રિયંકા ચોપરાના સોશ્યલ મીડિયા એકાઉનંટ પર લોકોએ જ્યારે જોયુ કે એકાઉન્ટ પરથી નિક જોન્સનું સરનેમ હટાવી દીધુ છે. ત્યારે એવી પણ ચર્ચાઓ થવા લાગી. કે પ્રિયંકા અને નિકના સબંધો વચ્ચે તિરાડ પડી ગઈ છે. ફેંસે તો ત્યાર સુધી ચર્ચાએ કરી લીધી છે બંન્ને ડાયવોર્સ લઈ રહ્યા છે. જો કે આમાં કોઈ તથ્ય નથી.
આપને જણાવી દેવા માંગીએ છીએ કે, પ્રિયંકાએ પોતાના ઈન્સાટાગ્રામ એકાઉંટ પર પ્રિયંકા ચોપડા જોન્સ નામના સ્થાને ફક્ત પ્રિયંકા ચોપડા નામની પોસ્ટ મુકી દીધી હતી. જો કે આવું અભિનેત્રીએ શા માટે આવું કહ્યુ તેનું સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ અમે તમારી માટે ખુલાસો કરી રહ્યા છીએ.
હાલમાં જ પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર પોતાના પતિ નિક જોન્સની અટક હટાવવા પર પોતાની ચુપ્પી તોડી હતી. તેણે કહ્યુ કે હું ફક્ત ઈચ્છતી હતી, કે મારુ યુઝર નેમ મારા ટ્વિટર ના નામ સાથે મેચ થાય. અને હું એ જાણીને હેરાન છુ કે આ મામલે લોકોમાં આટલી મોટી ગેરસમજણ થઈ ગઈ છે.