બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એકથી એક ચઢિયાતી ફિલ્મ કરી છે. બોલીવુડથી લઇ હોલીવુડ સુધી પોતાની એક્ટિંગના કારણે તે ગ્લોબલ આઇકોન બની ગઇ છે. બોક્સર મેરી કોમના જીવન પર બનેલી ફિલ્મ મેરી કોમ તેની સૌથી બેસ્ટ મુવી છે. આ ફિલ્મને ક્રિટિક્સે પણ વખાણી હતી. જોકે, ફિલ્મ સફળ નિવડી હોવા છતાં ફિલ્મમાં પિયંકાની કાસ્ટિંગને લઇને સવાલ ઉઠ્યાં હતા. જોકે, આ વાતને હવે આઠ વર્ષ વિતી ગયા છે. જોકે, પ્રિયંકા હવે ફિલ્મમાં રોલ પર નિવેદન આપ્યું છે.
મેરી કોમ જેવી બિલકુલ લાગતી નથી
બોક્સર મેરી કોમની બાયોપીક બની રહી હતી ત્યારે મેરી કોમના રોલ માટે પ્રિયંકા ચોપરાને પસંદ કરવામાં આવી હતી. તે સમયે મેરી કોમનો રોલ પ્લે કરવા માટે કોઇ નોર્થ ઇસ્થની ફિમેલની પસંદગી કરવાની માગ ઉઠી હતી. પરંતુ આઠ વર્ષ બાદ પ્રિયંકા ચોપરાએ આ વાતનો સ્વિકાર કર્યો છે કે તે મેરી કોમ જેવી બીલકુલ લાગતી નથી, માટે નોર્થ ઇસ્ટની કોઇ મહિલાએ આ પાત્ર ભજવવું જોઇતું હતું.
લાલચી બની ફિલ્મ સ્વીકારી
ફિલ્મમાં મેરી કોમના પાત્ર માટે હા કેમ પાડી તેના પર પ્રિયંકાએ આગળ કહ્યું કે,‘એક એક્ટર તરીકે હું લાલચી હતી કે તેમનું જીવન લોકો સુધી પહોંચાડવાની તક મને મળે, કારણે એક મહિલા તરીકે મેરી કોમએ મને ઘણી પ્રેરણા આપી છે. દેશી ગર્લએ તાજેતરમાં વેનિટી ફેર સાથેની વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું કે મેરી કોમ માટે આજે પણ તેમના દીલમાં એક ખાસ જગ્યા છે.
આઠ વર્ષ બાદ ખુલાસો
ઇન્ટરવ્યૂમાં કહ્યું,હું જ્યારે મેરી કોમનો રોલ પ્લે કરી રહી હતી ત્યારે શરૂઆતમાં ઘણી સંકોચ થતી હતી કારણ કે તેઓ એક લીવીંગ લેજેન્ડ હતા. તેમણે કેટલીય મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે. તેઓ નોર્થ ઇસ્ટથી છે અને હું નોર્થ ઇન્ડિયાથી. અમારા બંનેના શારીરિક બાંધામાં કોઇ સામ્યતા નથી માટે તેમનું પાત્ર ભજવવા માટે કોઇ નોર્થ ઇસ્ટની મહિલાએ ભજવવું જોઇતું હતું.
ફિલ્મને મળ્યો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો
પ્રિયંકા ચોપરાની ફિલ્મ મેરી કોમને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ વોલસમ એન્ટરટેઇનમેન્ટ કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યો હતો. પ્રિયંકાને પણ પોતાના પરફોર્મન્સ માટે સ્ક્રીન એવોર્ડ, પ્રોડ્યુસર ગિલ્ડ એવોર્ડ, સ્ટારડસ્ટ એવોર્ડ સહિત ઘણા એવોર્ડ મળ્યા છે.