Pro Kabaddi League today Matches: પ્રો કબડ્ડી લીગમાં વર્તમાન સિઝનમાં આજે બે મેચ થઈ હતી. સતત ફરીવાર ગુજરાત જાયન્ટ્સને નિષ્ફળતા હાથ લાગી છે. પુણેરી પલટન સામેની મેચમાં ગુજરાત જાયન્ટ્સની હાર થઈ છે. ગુજરાત જાયન્ટ્સ અને પુણેરી પલટન સામે રમાઈ હતી. આજે ગુજરાતને હરાવી અને પુણેરી પલટને બીજી જીત મેળવી છે. પુણેરી પલટને ગુજરાતની ટીમને 33-26ના સ્કોરથી હાર આપી છે.
અન્ય એક મેચમાં દબંગ દિલ્હી અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં દિલ્હીના દબંગોએ પ્રથમ હાફમાં 18-18ના સમાન સ્કોર સામે બાથભીડવાનું નક્કી કર્યુ હતું.અતિ રોમાચંક બનેલી આ મેચમાં જોગિંદર નરવાલની ટીમ જીતી છે. દિલ્હીના રેડર નવી કુમારે 25 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે કે તેલુગના રેડર રજનીરે 20 પોઈન્ટ મેળવ્યા હતા.
પોઈન્ટ ટેબલ મુજબ દબંગ દિલ્હી 6 મેચમાંથી 4 જીતી છે અને 2 મુકાબલા ટાઇ થયા છે અને તેના કુલ 26 પોઇન્ટ થયા છે. જ્યારે તેલુગ ટાઇટન્સ 4 હાર 2 ટાઇ સાથે 10 પોઈન્ટ મેળવી અને પોઈન્ટ ટેબવલમાં 11માં નંબરે છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સ 6 મેચમાંથી 1 જીત 3 હાર સાથે 14 પોઈન્ટ આઠમાં નંબરે છે.