જામનગર મહાનગર પાલિકાના બિલ્ડીંગમાં જ વુમન ટોયલેટમાં પાણી ન આવતા મહિલા કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા 5 દિવસથી પાણી બંધ છે. પાણી ન આવવાની ફરિયાદ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને કરી હતી. જેથી આજે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. જો કે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. તો આ તરફ મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય ? તેવો પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા 1 વીકથી મહિલા ટોયલેટમાં પાણી ના આવવાના કારણે મહિલા નગરસેવિકાએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા 5 દિવસથી પાણી બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે. ત્યારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
પણ તેમની રજૂઆતને ધ્યાનમાં ન લેતાં મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે. મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા બાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો.