અમૃતસરઃ એક મહિના પહેલાં સીએમની ખુરશી છોડનારા કેપ્ટન અમરિંદરસિહે મોટો ધડાકો કર્યો, કેપ્ટને સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પંજારમાં નવી પાર્ટી બનાવશે તે પાર્ટીના આધારે તેઓ આવનારા ઈલેક્શનમાં તમામ પાર્ટીઓને હંફાવશે, અને ઈલેક્શન પહેલાં ભાજપ સાથે ગઠબંધન કરવાનો પણ અમરિંદરસિંહે વિચાર કર્યો છે.
જો આ ગઠજોડ થશે તો શિરોમણી અકાળી દળ (બાદલ)થી અલગ થઈ ચુકેલા સુખદેવ ઢીંઢાસા અને રણજીત બ્રમ્હપુરાની ટીમને પણ એક સાથે જોડી શકે છે. ભાજપ સાથે જોડાણ પહેલાં કૃષિ કાયદાઓનું કંઈ નક્કર સમાધાન આવવુ જરૂરી રહેશે. અમરિંદરના મીડિયા પ્રચારે કરેલા ટ્વિટના આધારે કહી શકાય કે દિલ્લીમાં સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ચાલી રહેલા આંદોલન જલ્દી એક નિર્ણય પર આવી શકે છે, અને જ્યારે કૃષિ કાયદાઓ પર કોઈ સમાધાન થશે ત્યારે જ તેઓ ગઢબંધન તરફ આગળ વધશે.
ઉપરાંત તેમણે કહ્યુ કે તેમનો મુખ્ય ધ્યેય ફક્ત 2022 વિધાનસભામાં જીત હાંસિલ કરવાનું છે અને પંજાબમાં સરકાર બનાવવાનું છે, અને એક વાત સ્પષ્ટ કરી કે તેઓ પંજાબ સાથે ઉભા છે અને પંજાબનુ હિત તેમના માટે સૌથી પહેલો મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી આ રીતે પહેલી વાર કેપ્ટન ખુલ્લી દિલથી પોતાના આગળની રાજનીતિ મીડિયા સમક્ષ દેખાડી છે