પંજાબના પીસીસી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂનું સોશિયલ મીડિયા પર આપવામાં આવેલુ રાજીનામુ હજુ પણ રહસ્ય બનેલુ છે. લખીમપુર ખીરી ઘટનાક્રમ બાદ જ્યારે તેમણે અધ્યક્ષ તરીકે યુપી માટે માર્ચ કાઢી ત્યારે રાજકીય ગલીમાં તેમના રાજીનામાને લઇને ચર્ચા સામે આવી છે.
સિદ્ધૂના સમર્થનમાં રજિયા સુલ્તાને મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. જોકે, ગત સોમવારે તે કેબિનેટની મીટિંગમાં પહોચ્યા હતા. સિદ્ધૂના રાજીનામા આપ્યા બાદ તેમની જગ્યાએ નવા અધ્યક્ષની તૈનાતી પણ ચર્ચામાં રહી છે પરંતુ યુપી માર્ચ બાદ હવે સિદ્ધૂના સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા રાજીનામા પર પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ હરીશ રાવતે કહ્યુ કે ક્યુ રાજીનામુ?, મે તો નથી જોયુ, માત્ર સમાચારમાં વાંચ્યુ છે કે સિદ્ધૂએ રાજીનામુ આપ્યુ છે.