ગાંધીનગરઃ કોગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી અને રાજદ્રોહના કેસમાં ગુજરાત છોડીને અન્ય રાજ્યમાં જવા માટેનો પ્રતિબંધ હટાવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહના કિસ્સામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને તત્કાલિન અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ હાર્દિક પટેલ પર ગુજરાત છોડીને અન્ય રાજ્યમાં જવા માટેનો પ્રતિબંધ હટાવ્યો છે.
વર્ષ 2015 દરમિયાન થયેલા પાટીદાર અનામત આંદોલન સંદર્ભે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. ધરપકડ સામે સેશન્સ કોર્ટેમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં હાર્દિકને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
સેશન્સ કોર્ટે આપેલા જામીનમાં મુખ્ય શરત એ હતી કે, જો તેને ગુજરાત બહાર જવું હોય તો કોર્ટની પરવાનગી લેવી પડશે. જે આ આદેશને હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જે અરજીને 10મી માર્ચ 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટે રિજેક્ટ કરી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે અરજી કરી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે હુકમ જારી કરતાં હાર્દિક પટેલ પર ગુજરાત છોડવા માટે કોર્ટની પરવાનગી લેવાના આદેશની શરતને હટાવી છે.