માનવ જીવન પર ગ્રહો અને નક્ષત્રની ઘણી અસર થતી હોય છે, તેના અનુસાર વ્યક્તિના જીવનમાં ફેરફાર પણ થતા હોય છે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં ગ્રહો અને રાશિચક્રની બહુ મોટી ભૂમિકા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ પણ ગ્રહની રાશી બદલાય છે, અથવા કોઈપણ ગ્રહ અસ્ત થાય છે અથવા ઉદય થાય છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર 17 માર્ચે રાહુ મંગળની રાશિમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક શાસ્ત્રો અનુસાર રાહુ છાયા ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, છાયા ગ્રહ રાહુ વ્યક્તિને રાજામાંથી રંક બનાવવાની ક્ષમતા ધરાવે છે. રાહુ ગ્રહને એક રાશીમાંથી બીજી રાશીમાં જવા માટે લગભગ 18 મહિનાનો સમય લાગે છે. રાહુનું આ સંક્રમણ કેટલીક રાશીઓ માટે અશુભ અસર લાવશે, તો કેટલીક રાશીના લોકો માટે ઘણી શુભ અસરો લાવશે. આવો જાણીએ તે કઈ રાશી છે.
રાહુની બે રાશી પર અસર ફળદાયી અસર
- મિથુન
મિથુન રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ આર્થિક લાભ કરાવશે. મિથુન રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ અને લાભ થવાની સંભાવના છે. આ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્ર અથવા રુચિના ક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. જો તમે કોઈપણ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમારા વ્યવસાયનું વિસ્તરણ થશે. - કર્ક
કર્કનો શાસક ગ્રહ ચંદ્ર ભગવાન છે. રાહુ ગ્રહનું આ પરિવર્તન ઘણું ફળદાયી રહેશે. જો તમે ધંધો કરો છો તો તમને આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભ થશે. કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે તેમના માટે આ એક સારી તક છે. જ્યારે કોઈ ગ્રહ તમારા પાંચમા, દસમા અને અગિયારમા ભાગમાં ગોચર કરે છે, ત્યારે કારકિર્દી, ઉચ્ચ સફળતા અને ઉચ્ચ સ્તરની નોકરીમાં પરિવર્તન આવે છે.