લખીમપુર હિંસાની લડાઇ હવે રાષ્ટ્રપતિ ભવન પહોચી ગઇ છે. બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ રાષ્ટ્રપતિને લખીમપુર હિંસા સાથે જોડાયેલા તથ્ય સોપ્યા છે. કોંગ્રેસી નેતાઓએ આ મામલે આરોપી આશીષ મિશ્રના પિતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રને પદ પરથી હટાવવાની માંગ કરી છે.
રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ, પીડિત પરિવારોનું કહેવુ છે કે જેને પણ તેમના પુત્રની હત્યા કરી છે, તેને સજા મળે. જે વ્યક્તિ (આશીષ મિશ્ર)એ હત્યા કરી તેના પિતા દેશના ગૃહ રાજ્યમંત્રી છે. જ્યાર સુધી તે પોતાના પદ પર છે ત્યાર સુધી ન્યાય નહી મળે. આ વાત અમે રાષ્ટ્રપતિને જણાવી છે.
પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીની વાતને આગળ વધારતા કહ્યુ, ગૃહ રાજ્યમંત્રી ગુનેગારના પિતા છે. જ્યાર સુધી તેમણે સસ્પેન્ડ કરવામાં નહી આવે ન્યાય નથી થઇ શકતો. શહીદ પત્રકાર અને ખેડૂતોના પરિવારજનોની આ માંગ છે, તેમણે જણાવ્યુ કે રાષ્ટ્રપતિએ આશ્વાસન આપ્યુ છે કે તે ખુદ આ મામલે સરકાર સાથે વાત કરશે.