રાહુલ ગાંધી શનિવારે ગોવાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી બેમ્બોલીસથી બાઇકની સવારી કરીને પણજીના આઝાદ મેદાનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્વાતંત્ર સેનાનિયોના સ્મારક પર પુષ્પાજંલી કરી હતી.. રાહુલ ગાંધી હેલમેટ અને માસ્ક પહેરીને બાઇક પાછળ બેસીને ગોવામાં ફરી રહ્યા હતા. જેનો વીડિયો ગોવા કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો.