રશિયન-યૂક્રેન યુદ્ધને કારણે પુરવઠાને અસર થઇ હોવાથી ભારતીય રેલ્વેએ 39,000 ટ્રેન વ્હીલ્સ બનાવવા માટે એક ચીની કંપનીને ટેન્ડર આપ્યુ છે. આ ટેન્ડર TZ હોંગકોંગ ઇન્ટરનેશનલ લિમિટેડને આપવામાં આવ્યુ છે.
આ ટેન્ડર વિશે માહિતી આપતા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતા લખ્યુ કે, ભારતીય રેલ્વેએ 39,000 ટ્રેનના પૈડા બનાવવા માટે ચાઇનીઝ કંપનીને ટેન્ડર આપ્યુ છે.
રિપોર્ટમાં રેલ્વેના સીનિયર અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આ ટેન્ડર વંદે ભારત ટ્રેનના વ્હીલ માટે કાઢવામાં આવ્યુ છે. રશિયા-યૂક્રેન યુદ્ધને કારણે ભારતને ટ્રેન વ્હીલ પુરવઠા કરનારાઓની મોટી સંખ્યામાં કમી થઇ ગઇ છે, જેને કારણે રેલ્વેએ આ નિર્ણય કર્યો છે.
જાણકારી અનુસાર આ ઓર્ડર માત્ર 170 કરોડ રૂપિયાનો છે. ગત વર્ષે ગલવાન વેલી સ્ટેન્ડ ઓફ પછી મોદી સરકારે પાડોશી દેશોની કંપનીઓ પર રોકાણ પર રોક લગાવી દીધી હતી.
2030 સુધી ત્રણ લાખથી વધારે વેગન્સની જરૂરત
રાષ્ટ્રીય રેલ યોજના અનુસાર, આ મેગા ટેન્ડર રેલ્વેની તે રણનીતિનો ભાગ છે, જેમાં તે વર્ષ 2030 સુધી દેશમાં 26-27 ટકાથી 40-46 ટકા સુધી લઇ જવા માંગે છે.