રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જાન્યુઆરીએ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છમાં હળવા ઝાપટાની આગાહી કરી છે. માવઠાની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતમાં એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 18થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે રવિ પાકને નુકસાનની ભીતી છે. ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી સમયમાં ગુજરાતમાં તાપમાનનો પારો 3થી 5 ડીગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થઇ શકે છે.
રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.