સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી. તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રજનીકાંતને રૂટિન ચેકઅપને માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે બપોરે સાડા 4 વાગે તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ભારતીય ફિલ્મોમાં મહત્વના અભિનેતા રજનીકાંતે ખાસ અભિનયથી અનેક લોકોનું મનોરંજન કર્યું છે. સિનેમાના ઈતિહાસમાં તેમનું જે યોગદાન છે તેને માટે તેમને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાયા છે. 25 ઓક્ટોબરને રજનીકાંતને 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સંનમાનીત કરવામાં આવ્યા હતા. તેઓએ આ એવોર્ડને પોતાના દિવગંત ફિલ્મકાર કે. બાલાચંદર, ટેકનિશયનો, ફેન્સ અને ખાસ દોસ્ત ડ્રાઈવર રાજ બહાદુરને સમર્પિત કર્યો છે. તેમની સફર ખાસ રહી છે. તેઓએ બસ કંડક્ટરની નોકરીથી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેઓ છવાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે રજનીકાંતની આવનારી ફિલ્મોમાં ‘અન્નાત્થે’ 4 નવેમ્બરે રિલિઝ થવાની છે. સિરુથાઈ શિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ સન પિક્ચર્સે કર્યું છે. 27 ઓક્ટોબરે અન્નાત્થેને ચેન્નઈની એક ખાનગી સ્ટુડિયોમાં પ્રદર્શિત કરાઈ હતી. તેઓએ તેમના સ્ક્રીનિંગમાં પરિવાર સાથે ફિલ્મ નિહાળી હતી