રંગીલુ રાજકોટ ખાવાનુ શોખિન છે, એટલે જ એ રંગીલુ શહેર મનાય છે પણ આ રંગીલા શહેરમાં હવે ધીમે ધીમે ક્રાઈમ સહિત કેફી દ્વવ્યોનું પણ દુષણ પ્રસરી રહ્યુ છે. બોલીવૂ઼ના બાદશાહનો દિકરો ડ્રગ્સ કેસમાં નામ ઉછળ્યુ છે, તેવો જ કિસ્સો હવે રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. શહેરનો હુનહાર અને અંડર 19માં રમેલો એક ક્રિકેટર ચિઠ્ઠી લખી પોતાનુ ઘર છોડી નાસી છૂટ્યો છે. દિકરો ભાગ્યાનો પત્ર મહિલાને મળતાં જ અલગ અલગ મિડિયાનો સંપર્ક કર્યો અને ન્યાયની માંગણી કરી. મહિલાએ જણાવ્યુ કે દિકરો ડ્રગના રવાડે ચઢી ગયો છે અને ડ્રગ આપતી મહિલા વિશે શહેર પોલીસને માહિતી આપવા છતાં પણ પોલીસે કાર્યવાહી ન કરી અને અંતે તેનો દિકરો ઘર છોડી ભાગી ગયો છે.
માતાએ સીધો પોલીસ પર આરોપ લગાવતા કહ્યુ કે મારો પુત્ર નશાનાં રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરતો હોવાની વાત મામલે પોતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેમને રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજાને જૂન મહિનામાં મુલાકાત કરીને આ પ્રશ્નની રજુઆત કરી હતી. અને આજે સવારે અચાનક સવારે પુત્ર પત્ર લખી ઘર છોડી નાસી ગયો હતો. જેથી પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાએ મીડીયનો સંપર્ક કર્યો હતો. અને મીડિયા સમક્ષ ડ્રગ માફિયાઓની પોલીસ સાથે મીલીભગત હોવાથી કાર્યવાહી ન થતો હોવાનો આક્ષેપ કર્યો મિડીયા સમક્ષ રજુઆત કરતાં જ રાજકોટ SOG પોલીસ ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી લઇ જઈ નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.માંતાનો દિકરો આજે ચિઠ્ઠી લખી નાસી ગયો છે. એ ક્યાં છે તેની મને ખબર નથી પરંતુ અગાઉ જે સમયે પોલીસને રજુઆત કરી હતી ત્યારે ડ્રગ આપતા પેડલરો દ્વારા મને અને મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચુકેલો પુત્ર છેલ્લાં કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો આ અંગે પોલીસને રજૂઆત બાદ કોઈ પગલાં તો લેવાયા ન હોવાનો અને, ડ્રગ્સ માફિયાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ મહિલાએ પોલીસ પર લગાવ્યો છે. મહિલાએ તો સીધો આરોપ લગાવ્યો છે કે મારા પુત્રના કહેવા મુજબ પોલીસની ગાડી લઈ માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. આ ડ્રગ્સ રેકેટમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ સંડોવાયેલા છે તેવુ લખી પુત્ર નાસી ગયો છે જેમાં લખ્યું છે કે, તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો માટે આજે હું ઘર છોડી જાવ છું.
નિયમ પ્રમાણે ગૃહ રાજ્યમંત્રીનાં આદેશ બાદ રાજકોટ પોલીસનુ પેટનું પાણી હવે હલ્યુ છે અને ઘર છોડી ચાલ્યા ગયેલા શોધવા કામે લાગી છે, અને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તપાસના આદેશો તો આપ્યા છે. પણ શુ રાજકોટ પોલીસ ગાંધીનગર પોલીસની જેમ ટુંક સમયમાં આ કોકડુ ઉકેલી શકશે ખરી તે મોટો સવાલ છે. પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર માહિતી મેળવી નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી પણ મહિલાને અપાઈ છે હાલ યુવકની માતા પાસેથી વધુ વિગતો લેવામાં આવી રહી છે અને સમગ્ર મામલે કોઈપણ પોલીસકર્મીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ અપાઈ છે