બોલિવુડ અભિનેતા રાજ કુમાર રાવ હાલમાં પોતાની ફિલ્મ ‘હમ દો હમારે દો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન માટે રાજુકમાર રાવ સોની ટીવી પર આવતા લોકપ્રિય કોમેડિ શો ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. આ શોમાં કપિલ શર્માએ રાજકુમાર રાવની ફિલ્મોની પંસદગી કરવાની બાબતને લઇને મજાક કરી હતી. કપિલ શર્માના સવાલ સાંભળીને રાજકુમારે મજાકના મુડમાં હસતાં હસતાં કહ્યું હતું કે ‘હજુ મારા લગ્ન થયા નથી પરંતુ લગ્ન પહેલાં જ હું લગ્નબાદ આવતી પ્રોબ્લેમ્સથી વાકેફ થઇ જઇ.
ઉલ્લેખયની છે કે હાલમાં રાજકુમાર રાવ અને ગર્લફ્રેન્ડ પત્રલેખા આગામી સમયમાં લગ્ન કરવાના છે, ત્યારે હાલમાં એક કિસ્સાનો ઉલ્લેખ કરતાં રાજકુમાર રાવે જણાવ્યું હતું કે ‘હું અને પત્રલેખા ફિલ્મ ‘લવ સેક્સ ઓર ધોખા’માં એક સાથે કામ કરતા હતા, ત્યારે આ ફિલ્મમાં મારું કિરદાર હતું એવો જ હું રીયલ જીવનમાં છું એવું પત્રલેખા માનતી હતી અને એવું જ સમજીને પત્રલેખા મારી સાથે વાત નહોતી કરતી. પત્રલેખા એવું માનતી હતી કે હું નીચ આદમી છું. પરંતુ જ્યારે અમે વાત કરવા લાગ્યા તો પછી ધીમે ધીમે એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. વધુમાં રાજકુમારે જણાવ્યું કે પત્રલેખાને સૌપ્રથમ એક જાહેરાતમાં જોઇ હતી અને એને જોતા જ લગ્નનો વિચાર કર્યો હતો.