spot_img

રિલીઝ પહેલાં જ ’83’ મુશ્કેલીમાં મુકાઇ, મેકર્સ સામે છેતરપિંડીનો કેસ દાખલ

બોલિવૂડ એક્ટર રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ’83’ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદમાં ફસાઇ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સંયુક્ત અરબ અમીરાત (UAE)ના ફાઇનાન્સરે મુંબઈની મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી છે. ’83’ના મેકર્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે અને તેમાં દીપિકા પાદુકોણનું નામ છે.

ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે તેમણે વિબ્રી મીડિયા સાથે ફિલ્મમાં રોકાણ કરવા અંગે વાત કરી હતી. આ વાતમાં ફિલ્મમાં રોકાણ કર્યા બાદ સારા રિટર્નનું વચન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાયનાન્સરે 16 કરોડ રૂપિયા રોક્યા હતા. હવે મેકર્સ આ વાતથી ફરી ગયા છે.

 

ફાયનાન્સરના એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું, ‘આ વાત બિલકુલ સાચી છે કે મારા ક્લાયન્ટે ફિલ્મ ’83’ના મેકર્સ વિરુદ્ધ છેતરપિંડી તથા ષડયંત્ર અંગેની ફરિયાદ કરી છે, કારણ કે મારા ક્લાયન્ટ પાસે લીગલ એક્શન લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. અમે મેકર્સ સાથે મળીને વાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પણ મેકર્સે મારા ક્લાયન્ટની વાત સાંભળી નહીં. આથી જ અમે કોર્ટમાં ગયા છીએ.’

’83’ને કબીર ખાને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તેના પર આધારિત છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles