બોલીવૂડ અભિનેતા રણવીરસિંહ પોતાના ચાહકો માટે અનેક વખત સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતો હોય છે, રણવીરસિંહ જીમમાં હોય કે નવી હેરસ્ટાઇલ કે પછી દિપીકા સાથે હોય તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.
રણવીરની આ તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ પણ આવતી હોય છે, ત્યારે ફરી એક વખત પોતાના ચાહકો માટે રણવીરે કટલીક તસવીરો પોતાના ઇનસ્ટાગ્રામ પર શેર કરી છે.
જેમાં રણવીરસિંહ વર્કઆઉટ કરી રહ્યો છે અને આ દરમિયાન તેને ચોટી બાંધી છે. રણવીર બ્લેક કલરના સેન્ડોમાં જોવા મળી રહ્યો છે. રણવીરની તસવીરોએ હાલમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. રણવીરનો આ નવા લુકની તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રણવીરસિંહની આગામી સમયમાં બે ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે, જેમાં એક ‘સૂર્યવંશી’ છે, જેમાં અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીરસિંહ સાથે કેટરીના કેફ જોવા મળશે આ ફિલ્મ દિવાળી વેકેશન દરમિયાન રિલીઝ થવાની છે.
જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો રણવીરની બીજી એક ફિલ્મ ‘83’ પણ આવી રહી છે, જે એક બાયોપીક હોવાનું માનવામાં આવે છે, જેમાં રણવીરસિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે, આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ પણ રિલીઝ કરવામાં આવ્યા હતા જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. તો વર્ષ 2022માં તેની ગુજરાતી કિરદાર પર આધારિત ‘જયેશભાઇ જોરદાર’ નામની ફિલ્મ પણ આવવાની છે.
ત્યારે પોતાની ફિલ્મ દરમિયાન સતત એક્સપ્રિમેન્ટ કરતો રણવીર પોતાના ચાહકોનું પણ એટલું જ ધ્યાન રાખે છે અને એટલા માટે જ તો રણવીરની સ્ટાઇલને લોકો ફોલો કરે છે.