દેશભરમાં રામના લંકાપતિ રાવણ (Ravana)ના વધ પર વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ કેટલાક સ્થળો પર રાવણ અને તેના પરિવારના કોઇને કોઇ સભ્યની પૂજા કરવાની પરંપરા છે. મધ્ય પ્રદેશમાં વિદિશા અને રાજગઢ સહિત કેટલાક સ્થળો પર આવી પરંપરા છે. ગામના લોકો આજે રાવણ દહન નહી પણ વિશેષ રીતે તેમની પૂજા કરે છે.
વિજયાદશમી પર રાવણ (Ravana) દહનની પરંપરા ચાલી આવી રહી છે જેમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. ભગવાન રામના જયકારા વચ્ચે રાવણ દહન થાય છે પરંતુ મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના નટેરન તાલુકામાં રાવણ ગ્રામ છે. અહી રાવણની વિજયાદશમીના દિવસે પૂજા કરવામાં આવે છે. રાવણ ગ્રામમાં એક ઉંઘેલી પ્રતિમા છે જેને રાવણના રૂપમાં પૂજવામાં આવે છે. આ ગામમાં કોઇ પણ શુભ કામ રાવણના મંદિરમાં પૂજા બાદ જ શરૂ કરવાની પરંપરા છે.
વિદિશાના ગંજબાસૌદા પાસે પલીતા ગામ છે જ્યા મેઘનાદ બાબાનો ચબૂતરો છે. ચબૂતરા પર એક સ્તંબ છે જેને મેઘનાદનું પ્રતીક માનવામાં આવે છે, તેની આજના દિવસે વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. સાથે જ ગામના લોકોનું માનવુ છે કે કોઇ પણ શુભ કામ શરૂ કર્યા પહેલા બાબા મેઘનાદની પૂજા કરવામાં આવે.
વિદિશા જિલ્લાના લટેરીમાં કાલાદેવ ગામમાં 20 ફૂટ ઉંચી પ્રતિમા છે જ્યા છિંદવાડા જિલ્લાના ગોટમાર મેળાની જેમ વિજયાદશમી ગોફનથી પત્થરોથી હુમલો કરવામાં આવે છે. પત્થરોથી હુમલાને રામ-રાવણની સેનાની લડાઇનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમાં કોઇ પણ ઘાયલ થતુ નથી. રાજગઢના ભાટખેડીમાં પણ રાવણની વિજયાદશમીના દિવસે પૂજા થાય છે.