IND vs SA ટેસ્ટ શ્રેણી- દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ: દક્ષિણ આફ્રિકા સામે ભારત શ્રેણી શરૂ થવામાં હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિનનું નામ ત્રીજા નંબર પર આવે છે.
જોકે, દક્ષણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તે 2018-2020 ની વચ્ચે તેઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો કારણ કે લોકો તેની ઈજા પ્રત્યે ખૂબ જ અસંવેદનશીલ હતા, અને તેને અન્ય ખેલાડીઓની જેમ સમર્થન મળી રહ્યું ન હતું.