ભારતીય ક્રિકેટ ફેન માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે, ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા રિટાયરમેન્ટ લેવા જઇ રહ્યો છે. હાલમાં રવિરન્દ્ર જાડેજા પોતાની ઇજાના કારણે આરામ પર છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસનો પ્લાન બનાવી રહ્યો છે. જાડેજા ગત કેટલાક સમયથી ઇજા સામે ઝઝૂમી રહ્યો છે અને આ કારણે જ આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસથી પણ તે બહાર છે. BCCIના જણાવ્યા પ્રમાણે રવિન્દ્ર જાડેજાની ઇજા ખુબ જ ગંભીર છે અને તેને ઠીક થવામાં ઓછામાં ઓછા પાંચથી છ મહિનાનો સમય લાગી શકે છે. હવે રવિન્દ્ર જાડેજાના જ એક ખાસ મિત્રએ એક વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું છે કે વન-ડે, ટી-20 અને IPL કરિયર લાંબુ રાખવા માટે તે ટેસ્ટ છોડી શકે છે.
રવિન્દ્ર જાડેજાની ઇજા વિશે વાત કરીએ તો તે હાલમાં ખુબ જ ગંભીર છે. તાજેતરમાં જ જાડેજા ન્યૂઝીલેન્ડ સામેની સમાપ્ત થયેલ ટેસ્ટ સિરીઝ માટે પસંદ થયો હતો પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ તે સિરીઝથી બહાર થઇ ગયો. જેના પછી જાણકારી મળી કે જાડેજાની ઇજા ખુબ જ મોટી છે અને હવે તે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહેવાનો છે. દક્ષિણ આફ્રિકા ટૂર બાદ જાડેજા શ્રીલંકા વિરૂદ્ધ રમાનાર સિરીઝથી પણ બહાર થઇ શકે છે.