spot_img

RCBના હીટર AB de Villiersએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી

સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એ બી ડિવિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. એબી ઈન્ટરનેશન ક્રિકેટમાંથી પહેલાં જ નિવૃત્તિ લઈ ચુક્યા છે. જો કે હવે તેઓ IPLમાં પણ ક્રિકેટ નહી રમે.

ડિવિલિયર્સ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા હતા. ડિવિલિયર્સે ટ્વિટ કરીને જાણકારી આપી અને કહ્યુ કે આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે. પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. મેં મારા બેક યાર્ડમાં મારા મોટા ભાઈ સાથે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ત્યારથી જ મે ઉત્સાહ સાથે અને ક્રિકેટ રમવાન શરૂઆત કરી હતી. 37 વર્ષની ઉંમરે હવે તેવી સ્ફૂર્તિ અને ઝડપ નથી દેખાઈ રહી

37 વર્ષિય ડિવિલિયર્સેની IPLના સફળ બેટ્સમેનમાં ગણતરી થાય છે. તેમણે 184 મેચોમાં 39.70 ની એવરેજથી 5162 રમ ફટકાર્યા જેમાં ત્રણ સદી અને 40 અડધી સદી છે. આઈપીએલ 14માં એબીનુ બેટ એવુ બોલ્યુ કે તેમણે 51.75 એવરેજથી કુલ 207 રન ઠોક્યા પણ બ્રેક બાદ તેમનુ બેટ સદંતર ચુપ થઈ ગયુ હતુ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles