ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક સેલમાં ગ્રાહકોને તેમના ફેવરેટ ફોન પર ભારે છૂટ મળી રહી છે. ગ્રાહકોને આ સેલમાં નો કોસ્ટ EMI, એક્સચેન્જ પર બેસ્ટ ડીલ, કમ્પ્લીટ મોબાઇલ પ્રોટેક્શનનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. સેલમાં કેટલીક બેસ્ટ ઓફરની વાત કરીએ તો રિયલમી નાર્ઝો 50i તેમાંથી એક છે. કંપનીના બજેટ સ્માર્ટફોન રિયલમી નાર્ઝો 50i પર ડિસ્કાઉન્ટ આપવામાં રહ્યું છે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ ફોનને 7,999 રૂપિયાને બદલે માત્ર 7,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત ઓછી કિંમતમાં તેની 5000mAh બેટરી અને 6.5 ઇંચની ડિસ્પ્લે છે. Realme Narzo 50iમાં 6.5-ઇંચની ડિસ્પ્લે છે, જે 1600×720 પિક્સલ રેઝોલ્યુશન સાથે આવે છે. આ ડિસ્પ્લેનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 88.7% છે, અને તે 400 નિટ્સની પીક બ્રાઈટનેસ સાથે આવે છે. રિયલમીનો આ ફોન બે વેરિઅન્ટ 2 GB + 32 GB અને 4 GB + 64 GB સાથે આવે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ ફોન 1.6GHz ઓક્ટા-કોર ચિપસેટ પર કામ કરે છે.
કેમેરાની વાત કરીએ તો રિયલમીના આ બજેટ ફોનમાં LED ફ્લેશ સાથે સિંગલ કેમેરા આપવામાં આવ્યો છે. તેનો કેમેરો 8 મેગાપિક્સલનો છે અને 4x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. તો ફ્રન્ટમાં સેલ્ફી માટે આ ફોનમાં 5 મેગાપિક્સલનો કેમેરા ઉપલબ્ધ છે. OS વિશે વાત કરીએ તો, કંપની આ ફોનમાં Android 11 પર આધારિત Realme UI Go એડિશન ઓફર કરી રહી છે. ફોનને 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. પાવર માટે, આ ફોનમાં 5000mAh બેટરી છે, જે અલ્ટ્રા સેવિંગ્સ મોડ અને રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.