મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા માર્કેટયાર્ડ જે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ માનવામાં આવે છે તે માર્કેટયાર્ડમાં આજનો જીરાનો ઐતિહાસિક ભાવ પડ્યો હતો આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 11111 રૂપિયા બોલાયો હતો આજરોજ ફક્ત એક જ બોરી નો ભાવ 11,111 રૂપિયા બોલાયો હતો
ઊંઝા એપીએમસીના ઇતિહાસમાં પ્રથમ વખત આ ભાવ બોલાયો હતો ગોંડલ થી આવેલા ખેડૂત દ્વારા લાવવામાં આવેલ ફક્ત એક જ બોરીનો ભાવ આજરોજ ઊંચા ભાવ મળતાં ખેડૂત ખુશખુશાલ થયો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડ ના જીરાના બજાર માં રેગ્યુલર ભાવ 3000 થી 3300 સુધી બોલાઇ રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડમાં 2022 ના વર્ષમાં જીરાના નવા પાકની સીઝનનો માલ આવતા આજરોજ આ ભાવ બોલાવ્યો હતો