લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ માહિતી આપી છે.
9 નવેમ્બર સુધી કરી શકશો અરજી
લોકરક્ષકની ભરતીના ઉમેદવાર 23 ઓક્ટોબર બપોરના 3 વાગ્યાથી 9 નવેમ્બર 2021 રાત્રિના 11.59 કલાક સુધી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે.
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક, એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ માં વય મર્યાદા 18 વર્ષથી 34 વર્ષ સુધી રાખવામાં આવી છે. (9-11-1987થી 9-11-2003 વચ્ચે જન્મેલ) ધોરણ 12 પાસ-હરાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.