નવી દિલ્હી: Xiaomi 26 જાન્યુઆરીએ Redmi Note 11 સીરીઝને વૈશ્વિક બજારમાં લૉન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યું નથી કે કયું મોડલ માર્કેટમાં પહેલા આવશે. Redmi Note 11માં 50MP કેમેરા, 5000mAh મજબૂત બેટરી અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ હશે. ચાલો જાણીએ Redmi Note 11 ની કિંમત (Redmi Note 11 Price in India) અને ફીચર્સ…
બેઝલાઇન Redmi Note 11 ને તેની વેબસાઇટ પર રિટેલર Shopee દ્વારા પોતાની વેબસાઇટ પર 4GB + 64GB વેરિઅન્ટ માટે $175 (રૂ. 13,040) ની કિંમત સાથે લિસ્ટેડ કરવામાં આવ્યો છે. TechInsider ના સમાચાર મુજબ, વેબપેજને ટ્વિટર યુઝર @swayneverrmind દ્વારા જોવામાં આવ્યું હતું. પેજમાં માત્ર સ્માર્ટફોનની સંપૂર્ણ સ્પેક શીટ જ નહીં પરંતુ તેની ઇમેજ અને કિંમત પણ શામેલ છે.
ઇમેજ અનુસાર, વેનીલા રેડમી નોટ 11 (Redmi Note 11) એક ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 ચિપસેટ દ્વારા સંચાલિત હશે. તેમાં 90Hz FHD+ AMOLED ડિસ્પ્લે, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને 50MP ક્વાડ-કેમેરા સેટઅપ હશે જેમાં અલ્ટ્રા-વાઇડ યુનિટ અને મેક્રો શૂટરનો સમાવેશ થાય છે. અંતમાં આ 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી દ્વારા સમર્થિત હશે.આંતરરાષ્ટ્રીય રેડમી નોટ 11 (Redmi Note 11) કેટલીક હદે તેના ગત Redmi Note 10 ના સમાન હશે, જેને સીમીકંડક્ટરની કમીના કારણે બંધ જ કરી દેવામાં આવ્યો હતો.