બોલીવૂડની ફિલ્મ અંતિમ થોડા દિવસો પહેલાં રીલિઝ થઈ છે.ફિલ્મ જોવા માટે સલમાન ખાનના ફેંસ ગાંડા બન્યા છે. દિલ્લીમાં ફિલ્મની ટિકીટ ખરીદીની ના પાડતા યુવાન પર ચાકુથી હુમલાની ઘટના સામે આવી છે.
ઘટના દિલ્લાના મધ્યમાં ચાંદનીમહલ પોલીસ સ્ટેશનની છે. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. આરોપી પાસેથી પીડિતનું પર્સ અને લોહીથી ખરડાયેલુ ચાકુ પણ મળ્યુ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિત યુવાન અજય સલમાન ખાનની ફિલ્મ જોવા માટે ડિલાઈટ થિએટરમાં પહોંચ્યો હતો. ત્યાં તેની સાથે સાથે સૈય્યદ જિયાઉદ્દીન નામનો વ્યક્તિ પણ પહોંચ્યો હતો. સૈયદ્દે યુવાનને કહ્યુ કે તેની માટે પણ ફિલ્મની ટિકિટ ખરીદી લે. યુવાને જેવી ટિકીટ ખરીદવાની વાતનો અસ્વિકાર કર્યો કે તરત જ સૈયદ્દે યુવાનને ચાકુના ઘા મારી દીધા અને તેની પાસેથી પર્સ લૂંટીને ભાગી છુટ્યો. પીડિતે આરોપીનો પીછો પણ કર્યો પરંતુ ચાકુ હાથમાં રાખી ધમકી આપી કે જો પીછો કર્યો તો પેટમાં ચાકુ મારી દેશે.
ઘટના ચાલુ હતી તે જ અરસામાં દિલ્લી પોલીસનો જવાન એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરી રહ્યો હતો. લોકો બુમો પાડી રહ્યા હતા એટલે પોલીસ જવાન આરોપી પાછળ દોડ લગાવી અને ઝડપી લીધો.
પોલીસેને તપાસમાં આરોપીએ કબુલાત કરી છે કે આરોપી ખુબ શાતિર છે, તેની સામે લૂંટ અને અન્ય મળી કુલ 26 ફરિયાદો થયેલી છે. પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ જમાનતમાં પર બહાર આવ્યો છે.