CLSAના રિપોર્ટ અનુસાર, આ વર્ષે 5જી સ્પેક્ટ્રમની હરાજી થશે. આ સિવાય Reliance Jioનો IPO આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે કોરોના કાળમાં 2020માં જિયોએ વિશ્વભરના 13 દિગ્ગજ રોકાણકારો પાસેથી 1.53 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભેગુ કર્યુ હતુ. આ 13 રોકાણકારો પાસે જિયોમાં 33 ટકાની નજીક ભાગીદારી છે. 10 ટકા ભાગીદારી ફેસબુક પાસે છે, આ સિવાય 8 ટકા ભાગીદારી ગૂગલ પાસે છે. ગૂગલે જિયોમાં 33737 કરોડનું રોકાણ કર્યુ હતુ, જ્યારે ફેસબુકે 43574 કરોડનું રોકાણ કર્યુ હતુ.
99 બિલિયન ડૉલરની વેલ્યુ
CLSAએ રિલાયન્સ જિયો માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ 99 બિલિયન ડૉલર રાખી છે. બીજી તરફ જિયો ફાઇબર બિઝનેસ માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5 બિલિયન ડૉલર રાખવામાં આવી છે.
ટેરિફમાં વધારાનો મળશે લાભ
ટેલીકૉમ કંપની આર્થિક દબાણમાંથી પસાર થઇ રહી છે, તેમની પર એજીઆરની બાકી રકમ અને સ્પેક્ટ્રમ ચાર્જનો ભાગ વધુ છે. જોકે, સરકારે ચાર વર્ષનો મોરાટોરિયમ આપ્યુ છે. આ દરમિયાન તેમણે ઇંટ્રેસ્ટની ચુકવણી કરવી પડશે. પોતાની નાણાકીય સ્થિતિમાં સુધાર માટે ટેલીકૉમ કંપનીમાં ટેરિફમાં વધારો કરી રહી છે. ગત કેટલાક દિવસમાં જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયાએ પોતાના ટેરિફમાં 20-25 ટકાનો વધારો કર્યો છે.
APRU ઓછામાં ઓછા 200 રૂપિયા જરૂરી
આ ફીલ્ડમાં જાણકારોનું કહેવુ છે કે જો APRU એટલે એવરેજ રેવન્યૂ પર યૂઝર્સમાં વધારો થાય છે તો તેમની ખરાબ સ્થિતિ સુધરશે. એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલ કેટલીક વખત કહી ચુક્યા છે કે જો ટેલીકૉમ કંપનીઓને સર્વાઇવ કરવા અને આગળ ટેકનોલોજી એડવાન્સમેન્ટ પર ખર્ચ કરવો છે તો APRU ઓછામાં ઓછા 200 રૂપિયા સુધી હોવુ જોઇએ. આ જેમ જેમ વધતુ જશે, ટેલીકૉમ કંપનીઓની ખરાબ સ્થિતિ મજબૂત બનતી જશે.