રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની જિયો એક નવુ પ્લાન લઇને આવી છે. કંપનીએ તેને સેલીબ્રેશન ઓફર નામ આપ્યુ છે, જે નવો પ્રીપેડ પ્લાન છે. માનવામાં આવી રહ્યુ છે કે આ અસલ ઇન્ટરનેટ ડેટા ધરાવતા લોકો માટે ઉપયોગી બની શકે છે.
આ વાર્ષિક પ્લાન 2999 રૂપિયાનો છે.જેમાં દરરોજ યૂઝરને 2.5z GB ડેટા સાથે દરરોજ 100 એસએમએસ મળશે. સાથે જ અનલિમિટેડ કોલિંગ પણ મળશે. આ પેક 365 દિવસ સાથે આવે છે. સામાન્ય ડેટયાના લાભો સિવાય પ્લાન જિયો માર્ટ અને અન્ય જિયો સેવાઓ પર છૂટ આપે છે.
રિલાયન્સ જિયોના આ પ્રીપેડ પ્લાનને વેબસાઇટ પર 20% Jio Mart Maha Cashback ઓફર હેઠળ લિસ્ટ કરવામાં આવ્યુ છે. જો કસ્ટમર આ સ્કીમનો વિકલ્પ પસંદ કરે છે તો તેમણે જિયો માર્ટથી આઇટમ ખરીદવા પર 20 ટકા કેશબેક મળશે. કેશબેક જિયો માર્ટ વોલેટમાં જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ આગળની ખરીદી માટે પણ કરી શકાય છે. છૂટ સિવાય યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડ સહિત ચાર જિયો એપ્લિકેશનની મફત સભ્યતા મળશે.
જિયો વર્તમાન સમયમાં વિવિધ બેનિફિટ્સ સાથે બે અન્ય વાર્ષિક યોજના પણ આપી રહ્યુ છે. જિયોનો સુપર વેલ્યૂ પ્લાન છે, જેની કિંમત 2879 રૂપિયા છે અને બીજી વાર્ષિક યોજનાની કિંમત 3119 રૂપિયા છે. 2879 યોજનામાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ દરરોજ અને ચાર જિયો એપ્સ માટે મફત મેમ્બરશિપ મળે છે. જેમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડ છે. યોજનામાં દરરોજ 100 એસએમએસ પણ છે.
3119 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડ સહિત ચાર જિયો એપ્સની મફત સભ્યતા આપવામાં આવે છે. યોજનામાં દરરોજ 100 એસએમએસ પણ સામેલ છે. જોકે, આ યોજના 10GBના વધારાના ડેટા લાભ સાથે આવે છે અને ગ્રાહકો ડિઝની+ હોટસ્ટારની સભ્યતા લેશે.