spot_img

કચ્છ, બનાસકાંઠામાં રીલાયંસ કંપની પ્રોજેક્ટ માટે શોધી રહી છે જમીન

વાયબ્રંટ સમિટ અંતર્ગત દેશની સૌથી આવક રળતી રિલાયંસ કંપનીએ ગુજરાત સરકાર સાથે આજે એમઓયુ હસ્તાક્ષર કર્યા. આ એમઓયુ નાની સુની રકમના નહી પરંતુ રૂ. 5.95 લાખ કરોડ રૂપિયાના કરાયા. જેના કારણે આગામી વર્ષોમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થવાની સંભાવના છે.

ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી ગુજરાત બનાવવા માટે કંપની દ્વારા 100 ગીગા વોટનો રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઈડ્રોજન ઈકો સિસ્ટમ વિકસાવા માટે આગામી 15 વર્ષના ગાળામાં રૂ પાંચ લાખ કરોડના રોકાણ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો. નવી સિસ્ટમને અને ઈનોવેશન આપવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય કરવા માટે રિલાયંસ કંપની ઈકો સિસ્ટમ પણ વિકસિત કરશે.

રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને રિલાયંસ 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા, અને ધોલેરામાં જમીન શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. કંપનીએ તો કચ્છમાં 4.5 લાખ એકરની જમીનની માંગણી પણ કરી છે.

રિલાયંસ કંપનીએ ન્યુ એનર્જી મેન્યુફેક્ચર, ઈન્ટિગ્રેટેડ રિન્યુએબલ, સોલાર પીવી મોડ્યુઅલ, ઈલેક્ટ્રોલાઈઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફ્યુઅલ સેલ્સ વગેરે ફેસેલિટી સ્થાવા માટે વધુ 60 હજાર કરોડનું રોકાણ પણ કરશે.

એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં ૭પ૦૦ કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. ૩૦૦૦ કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles