ગુજરાતના (Gujarat) તમામ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હાડ થિજાવતી ઠંડી વર્તાઈ રહી છે. જો કે આગામી 4 દિવસમાં રાજ્યમાં ઠંડીનું (Cold) જોર ઘટશે (Decrease) . આગામી સમયમાં કોઈપણ જિલ્લામાં કોલ્ડવેવની (Cold wave) પણ નહી રહે. તેવી આગાહી ગુજરાતના હવામાન વિભાગે કરી છે.
ઉત્તર ભારતમાંના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણે અને હિમવર્ષા થાય એટલે ગુજરાતના તાપમાનમાં ઘટોડો અવશ્ય નોંધાય છે. જેના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં ભારે ઠંડીની અસર દેખાઈ રહી છે. જો કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે. કે લઘુત્તમ તાપમાનમાં આગામી 4 દિવસમાં ધીમે ધીમે વધારો થશે. એટલે ગુજરાતના લોકોને ઠંડીમાંથી ફરીથી રાહત મળશે.
આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો વધારો થશે. અમદાવાદ સહિતના શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટી જશે. વિભાગે આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગાહી નકારી કાઢી નાંખી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં નોંધાતી હોય છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ પણ નલીયાના નામે છે. નલીયામાં 3.2 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી વધુ ઠંડુ રહેવાનો રેકોર્ડ છે.