દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઘર સફાઇની સાથે ઘરમાં રંગરોગાન પણ કરાવતા હોય છે. ત્યારે હાલમાં ઘણા લોકો પોતાના ઘરની સફાઇનું કામકાજ શરૂ કરી દીધું હશે કે કરવાના હશે,તો આ દિવાળી ખાસ તમારા ઘરમાંથી એવી કેટલીક અશુભ વસ્તુઓ જેને તમે દુર કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે.
બંધ ઘડિયાળ- ઘરમાં બંધ ઘડિયાળ રાખવું અશુભ માનવામાં આવે છે, કેમ કે ઘડિયાળને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. એટલે જો તમારા ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ હોય તો આ વખતની દિવાળી સફાઇમાં તેને દુર કરી દેજો.
તૂટેલી ફર્નિચર- ઘરમાં તૂટેલી ફર્નિચર જેમ કે ટેબલ, ખુરશી જેવી વસ્તુઓને પણ આ દિવાળીની સફાઇ દરમિયાન બહાર કરી દેજો, કેમ કે વાસ્તુ પ્રમાણે ઘરમાં રહેલા તૂટેલા ફર્નિચરની ખરાબ અસર ચોક્કસ થાય છે.
તૂટેલા કે ગોબાવાળા વાસણ- તમારા રસોડાના ઉપયોગમાં જો તૂટેલા વાસણો હોય તો તેને પણ દુર કરીને આ દિવાળી નવા વસાવી લે જો કેમ કે રસોડામાં તૂટેલા વાસણોથી આર્થિક નુકસાની થતી હોય છે.
ખંડિત મૂર્તિઓ- ઘરમાં રહેલા ભગવાનની મૂર્તિ કે ફોટા જો તૂટેલાક કે ફાટેલા હોય તો સૌ પ્રથમ તેને હટાવીને નવા વસાવી લેવા જોઇએ. ખંડિત મૂર્તિઓ અને ફાટેલા ભગવાનના ફોટા અશુભ માનવામાં આવ છે.
તૂટેલો કાચ- ઘણાના ઘરમાં કે બાથરૂમમાં તૂટેલા કાચ કે દર્પણ હોય છે. જો તમારે આર્થિક પ્રગતિ કરવી હોય તો આ દિવાળીએ તમે તૂટેલા કાચને દુર કરશો તો તમારી રોકાયેલી પ્રગતિ શરૂ થઇ જશે.
જુના બૂટ-ચંપલ- જો તમારા ઘરમાં જુના અને તૂટેલા બૂટ કે ચંપલ ચાવીને રાખ્યા છે તો આદિવાળી તેને પણ બદલી નાંખે, કેમ કે બુટ ચંપલને પનોતી માનવામાં આવ છે અને તેને બદલવાથી તમારો ખરાબ સમય બદલાય છે અને પ્રગતિ શરૂ થાય છે, તો જો તમે આ દિવાળી આટલી વસ્તુઓમાં બદલાવ કરશો તો તમારી નસીબ પણ બદલાઇ શકે છે.