spot_img

ગુજરાતનું શિક્ષણ તો ભારે:ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, રાજ્યની 121 શાળાઓનું પરિણામ શૂન્ય ટાકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2020માં લેવાયેલ સેકન્ડરી બોર્ડનું પરિણામ સોમવારે જાહેર થયું છે. ધોરણ 10ની પરિક્ષાનું 65.18% પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલ પરિણામોમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ આવ્યું છે. આ પરિક્ષામાં કુલ 7,81,702 નિયમિત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18% આવ્યું છે.

ધોરણ ૧૦ બોર્ડમાં 100% પરિણામ આવ્યું હોય એવી 294 શાળાઓ છે જ્યારે 30% કરતાં ઓછું પરિણામવાળી 1007 શાળાઓ છે. 121 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે.  ધોરણ-10 બોર્ડનું 65.18% પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64% અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29% પરિણામ નોંધાયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો તેનું પરિણામ 63.18% અને અમદાવાદ ગ્રામ્યનું 63.98% પરિણામ આવ્યું છે. બીજા શહેરના પરિણામ પર નજર નાખીએ તો ગાંધીનગર શહેરનું 65.83%, વડોદરા શહેરનું 75.64%, રાજકોટ શહેરનું 72.86%, જામનગર શહેરનું 69.68% અને જૂનાગઢ શહેરનું 66.25% પરિણામ આવ્યું છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles