દેશ સાથે સાથે ગુજરાતમાં હત્યાના બનાવો વધી ગયા છે. નાની નાની વાતમં લોકો ઉશ્કેરાઈ જાય છે. ન કરવાનું કરી બેસતાં હોય છે. આવી જ ઘટના વેરાવળમાં બની હતી. બાળપણના ઝઘડી અદાવત રાખી એક યુવાને બીજા યુવાનની હત્યા કરી નાંખી.
વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા જતીન બાંડીયા નામનો યુવાન પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. સામેની તરફથી આવતા સંજય કોટિયા નામના વ્યક્તિએ પોતાની બાઈક ટકરાવી દીધી. જતીન જેવો બાઈક પરથી નીચે પડ્યો કે તુરંત જ સંજય કોટિયા છરીના આડેઘડ પાંચેક ઘા મારી જતીનની હત્યા કરી ભાગી છુટ્યો હતો. જતીનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગી ગઈ હતી. અને આરોપીને ઝડપી પણ પાડ્યો હતો. આરોપી પકડાઈ ગયા બાદ પૂછપરછમાં સંજયે કબુલ્યુ હતુ કે જતીન સાથે બાળપણમાં ખારવાવાડમાં જ એક પ્રસંગમાં ભારે બોલાચાલી થઈ હતી. બાદમાં જ્યારે પણ બંન્નેનો ભેટો થતો ત્યારે મૃતક જતીન તેને સતત પજવણી કરતો હતો. જેને કારણે ઉશ્કેરાઈ જઈને સંજયે જતીનની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો અને તેને અંજામ પણ આપ્યો હતો. જો કે પોલીસને આરોપીની આ કબુલાત ગળે ઉતરી રહી નથી. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ અને આરોપીનુ કબુલનામુ અલગ કહાની કહી રહી છે. ત્યારે પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ કરતાં નવો વળાંક આવ્યો હતો પ્રેમપ્રકરણના કારણે હત્યા થઈ હોવાની અન્ય માહિતી મળી હતી. જેના કારણે પોલીસ પણ હવે ચકરાવે ચઢી છે કે ખરેખર હત્યા કયા કારણે થઈ છે.