શનિવારે ચાલુ સોલા નજીક નવા ઓવર બ્રીજ પર ભયાનક અકસ્માત થયો. કાર અને ટ્રક વચ્ચે થયેલો અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા. ઉપસ્થિત લોકો ત્યાં પહોચીને જે દ્રશ્ય જોયુ તેનાથી સૌ અચંબિત રહી ગયા હતા. જે કારનો આટલો ભયાનક અકસ્માત થયો હતો. તેના કાર ચાલકને ઈજાઓ જ પહોંચી હતી પરંતુ તે જીવતો હતો. બાદમાં લોકોએ યુવકને બચાવવા માટે પ્રયાસો શરૂ કરાયા
થલતેજના શૈમ વિલા બંગલોમાં રહેતા તિલક પોતાના કામ અર્થે સોલા બ્રીજ પરથી પસાર થઈ રહ્યો હતો. કાર આગળ ચાલી રહેલી ટ્રકનું ટાયર ફાટતાં તેણે ખુદ પોતાની નજરથી જોયુ, ટાયર ફાટતાં ટ્રક અચાનક જમણી તરફ ફંટાઈ ટ્રક અને કારની ટક્કર બચવા માટે તિલકે કારને ડાબી તરફ વાળી પરંતુ ટ્રક સાથે અથડા ગઈ. અકસ્માતમાં કાર આખી ટ્રકના પાછળના ભાગમાં ઘુસી ગઈ. અને કારનો બોનેટનો આખો ભાગ તહેસ નહેસ થઈ ગયો. ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ ફાયરના અધિકારીઓને તત્કાલિક બોલાવીને તિલકને કારમાંથી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એન્જિન અને સીટ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેમણે કહ્યું કે તેને બચાવવા માટે કારનો આગળનો ભાગ કાપવા માટે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 40 મિનિટની ભારે મહેનત બાદ તેણે કારમાંથી કાઢવામાં આવ્યો.
કારમાંથી કાઢીને યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલાયો હતો. જ્યાં મળતી માહિતી પ્રમાણે તેને પગના ભાગે કેટલીક સર્જરી કરવી પડી છે. જો કે મજાની વાત એ છે કે અકસ્માત બાદ કારની સ્થિતિ જોતા એવું સ્પષ્ટ પણે લાગી રહ્યુ હતુ. કે કારમાં સવાર કોઈ વ્યક્તિ જીવીત નહી બચી શક્યો હોય. પરંતુ રામ રાખે તેણે કોણ ચાખે કાર ચાલકને ઈજાઓ ભલે થઈ પણ તે જીવીત રહ્યો.