ભારતીય ટીમે હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં રોહિત શર્માએ એક રેકોર્ડે પોતાના નામે કરી લીધો છે. આ મેચ દરમિયાન રોહિત શર્માએ સિક્સર ફટકારીને ઇન્ટરનેશનલ ક્રિટેકમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે
ઉલ્લેખનીય છે કે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ‘હિટમેન’એ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 450 સિક્સર પૂર્ણ કરી છે. રાંચીમાં રમાયેલી મેચ પહેલાં રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 450 સિક્સર પૂર્ણ કરવા માટે માત્ર 1 શોટની જરૂર હતી. ‘હિટમેન’એ ચોથી ઓવરના ચોથા બોલ પર ડીપ સ્ક્વેટર ગેલ તરફ સિક્સર ફટકારી હતી. જેને જોઇ બોલર એડમ મિલ્ન પણ ચોંકી ગયો હતો.
રોહિત શર્મા 450મી ઇન્ટરનેશનલ સિક્સનો આંકડો આંબનાર ભારતનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. ટીમ ઇન્ડિયા તરફથી ‘હિટમેન’ના અત્યાર સુધીમાં 452 સિકસર ફટકારી ચુક્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિકસર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. જેણે 553 સિક્સર ફટકારી છે. ત્યાં જ પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી 476ના આંકડા સુધી પહોંચી શક્યો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધુ સિકસર ફટકારનાર ખેલાડીઓની યાદી
- ક્રિસ ગેલ – 553 સિક્સર (વેસ્ટ ઈન્ડિઝ)
- શાહિદ આફ્રિદી – 476 સિક્સર (પાકિસ્તાન)
- રોહિત શર્મા – 452 સિક્સર (ભારત)
- બ્રેન્ડન મેક્કુલમ – 398 સિક્સર (ન્યૂઝીલેન્ડ)
- માર્ટિન ગુપ્ટિલ – 363 સિક્સર (ન્યૂઝીલેન્ડ)
- એમએસ ધોની – 359 સિક્સર (ભારત)