નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ટેસ્ટ સીરિઝ રમવા માટે સાઉથ આફ્રિકા પહોંચી ગઇ છે. ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઇન્ડિયા રોહિત શર્માની આગેવાનીમાં વન-ડે સીરિઝ રમશે. વન-ડે ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. એવામાં એક એવો ફાસ્ટ બોલર છે જે આ ટૂરમાં ટીમમાં એન્ટ્રી મારી શકે છે. આ બોલરને રોહિતની કેપ્ટન્સીમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ ખેલાડીનું નામ છે અર્શદીપ સિંહ. અર્શદીપ સિંહનું પ્રદર્શન છેલ્લી બે આઈપીએલ સિઝનમાં શાનદાર રહ્યું છે અને તે આગામી સમયમાં ભારતીય ટીમ માટે રમીને શાનદાર પ્રદર્શન કરી શકે છે.
IPLના બીજા તબક્કામાં અર્શદીપે પોતાની શાનદાર બોલિંગના કારણે લોકોની નજરમાં આવ્યો હતો. ડેથ ઓવરોમાં રન બચાવવાની તેની ક્ષમતાને જોતાં અંદાજ લગાવી શકાય છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે.
અર્શદીપે 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. જેમાં એક મેચમાં 5 વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. ભુવનેશ્વર કુમારે પોતાની લય ગુમાવી દીધી છે ત્યારથી રોહિતને એક સારા ફાસ્ટ બોલરની જરૂર છે. અર્શદીપ તે ખોટને ભરી શકે છે