નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. હવે વિરાટ કોહલી એક બેટ્સમેનના રૂપમાં રમતો જોવા મળશે. કોહલીના ટેસ્ટ કેપ્ટનપદેથી રાજીનામાથી સૌ કોઇને આંચકો લાગ્યો છે. રોહિત શર્મા પણ કોહલીના કેપ્ટનપદેથી રાજીનામાથી ચોંક્યો છે.
ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કરે હેરાન છું, પરંતુ ભારતી કેપ્ટનના રૂપમાં સફળ ઇનિંગ બદલ અભિનંદન. ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
View this post on Instagram
કોહલીના કેપ્ટનપદ છોડ્યા બાદ રોહિત શર્મા ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બનવાનો દાવેદાર છે. જોકે, બીસીસીઆઇ આ મામલામાં વિચારીને નિર્ણય લેશે. ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ સામે આવી રહ્યું છે.