spot_img

બટલરની સિક્સરે રાજસ્થાનને અપાવ્યું IPL 2022ની ફાઇનલમાં સ્થાન, રવિવારે જામશે ખરાખરીનો જંગ

જોસ બટલરની સદીના આધારે, IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવીને IPLની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સની ટક્કર ગુજરાત ટાઇટન્સ સાથે થશે. IPLની ફાઇનલ રવિવારને 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

ક્વોસિફાયરમાં રાજસ્થાન સામેની હારબાદ બેંગ્લોરની સફરનો અંત આવ્યો. RCB દ્વારા આપવામાં આવેલા 158 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 18.1 ઓવરમાં 3 વિકેટે 161 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલરે  અણનમ 106 રન બનાવ્યા હતા. બટલરે 59 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

14 વર્ષ બાદ રાજસ્થાનની ટીમ ફાઇનલમાં પહોંચી છે. તો બીજી તરફ હારની સાથે આરસીબીનું ખિતાબ જીતવાનું સપનું તૂટી ગયું છે. રાજસ્થાનની આ જીતન હીરો બટલર રહ્યા. બટલરે સિક્સર ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. બટલરે 60 બોલમાં અણનમ 106 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 10 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી. બટલરની આ સીઝનમાં આ ચોથી સદી છે. આ સાથે જ તે એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલીની સાથે સંયુક્ત રૂપથી પહેલાં નંબર પર પહોંચી ગયા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles